Be yourself; Everyone else is already taken.
— Oscar Wilde.
This is the first post on my new blog. I’m just getting this new blog going, so stay tuned for more. Subscribe below to get notified when I post new updates.
Be yourself; Everyone else is already taken.
— Oscar Wilde.
This is the first post on my new blog. I’m just getting this new blog going, so stay tuned for more. Subscribe below to get notified when I post new updates.
મિલાપની વાચનયાત્રા : ૧૯૫૮
સંપાદન : મહેન્દ્ર મેઘાણી
લોકમિલાપ
પ્રકાશક : ગોપાલ મેઘાણી
મારી કાવ્યસાધના બહુ નાનપણથી શરી થઈ ચૂકી હતી . કવિઓ તો , કહેવાય છે કે , જન્મથી જ કવિ હોય છે . આ રીતનો કવિ હું છું , આ જન્મ કવિ છું , એ વાત હું મારા વિષે સાચી છે એમ માની શકતો ન હતો . પરંતુ મારી સંવેદન પરંપરાઓનો હું વિચાર કરું છું ત્યારે મને યાદ આવે છે કે મને બાળપણમાં સૌથી પ્રથમ ઊંડી અસર કરી જનાર વસ્તુ તે શબ્દ અને સંગીત હતા . આ જન્મ માં કવિ એટલે શું હું એ પણ સમજી શક્યો
નહોતો . કેમ કે કવિતા લખતા લખતા મારે જે મથામણ કરવી પડતી , મને નજે નિષ્ફળતાઓ સાંપડતી , તે જોતાં મારી કવિતા લખવાની શક્તિ વિશે હું બહુ જ નિરાશ બની જતો .
હું યાદ કરી શકું છું કે વાણીનું સૌંદર્ય અને ચાતુર્ય મને જગતમાં સૌથી વિશેષ આકર્ષક વસ્તુ લાગેલી . મારા ભાઈઓ ના નામ સાથે બીજા ચમકવાળા શબ્દો ગોઠવી તેમના નામના જોડકાણાં મે બનાવેલા . મારા પિતાના અવસાન સમે સાંભળેલા રાજીયા મેં કેટલાય વખત સુધી મીઠી લહેકથી ગાયા કરેલા . પછી એટલામાં એક ભાઈબંધ ગજરા – મારુની વાર્તા લઈ આવેલો . ઘાસલેટના દીવાની ધૂમાડીયા નાનકડી જ્યોતમાં અમે એના અક્ષરો વાંચતાં . એ મિત્ર એમાંના દોહા ગાતો ને હું સાંભળી રહેતો . પાઠ્યપુસ્તકોમાં આવતી કવિતા વિવિધ રીતે હદયને , કર્ણને , કલ્પનાને સ્પર્શી જતી . પછી તો જેમ જેમ અભ્યાસ આગળ વધતો ગયો તેમ તેમ વધુ ને વધુ કવિતાની ઓળખાણ થતી ગઈ . કવિતાના નામે જે કાઇ હાથ આવતું તે વંચાઈ જતું , અને આમ જે કાઇ વંચાતું કે સંભળાતું તેનું ગુંજન માનમાં શરુ થઈ જતું ; અને પરિણામે શબ્દો અને પંક્તિઓ અને કલ્પનાઓ અને વિષયો મનમાં સ્ફૂરવા લાગ્યા . એમાં વળી કેટલાક અચ્છા હરિદાસ કળાકારોનો સમાગમ થયો અને કાવ્યદોહન હાથમાં આવી ચડ્યું . બસ , આવી જાઓ ! પછી તો પેમાનંદની શૈલીમાં એ કાવ્ય માંડી દીધું !
પણ એ કાવ્યની માંડ પંદરેક લીટીઓ લખાઈ હશે . અને તેનું શું થયું તેની એ લખાઈ ત્યાર પછી પાંચપંદર દિવસે પણ કશી સ્મૃતિ રહી નહી . એ પછી હાઇસ્કૂલમાં ગયા . ત્યાં નિશાળ ના છોકરાઓ અમે પર્યટનોમાં જતાં . મહાત્માજીના રેંટિયા અને રેંટિયાના ગીતો અમારી શાળામાં ગુંજવા
લાગેલા . એ રેંટિયાનાં ગીતાના ગુંજનના અનુસંધાનમાં , અમે એક વડની ડાળ ઉપર જે ઝૂલતા તેનું ગીત રચાયું . વિનીતનો અભ્યાસ કરતાં વધારે પ્રોઢ અને શિષ્ટ કવિતાનો પરિચય થવા લાગ્યો . સંસ્કૃત શ્લોકો અને છંદો ભણવાના અને સાંભળવાના મળ્યા . અને એ જેવા સંભળાતા કે ભણાતા કે તરત જ આત્મીય બની જતાં હતા , અને પ્રથમ તો એ શ્લોકો ના એ જ છંદમાં ભાષાંતર થવા લાગ્યા . કદી કદીક એકાદ નવો શ્લોક પણ રચાઇ જતો . ભરૂચની એ શ્રી છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય શાળામાં શ્રી વિશ્વનાથ મ. ભટ્ટ અમારા ગુજરાતીના અધ્યાપક હતા . એમની પ્રેરણાથી મે અમદાવાદથી યોજાતી સાહિત્યસભાની સાહિત્યપરીક્ષાનો અભ્યાસ કર્યો .
આમ જાણે કેમ મોરચો મંડાઇ ગયો . નવરું પડેલું ચિત્ત કવિતા તે પોતાનો ચારો હોય એમ શોધતું રહેતું – અને એ જમાનામાં ઝાઝો ચારો મળવો સુલભ ન હતો . ભરૂચમાથી વિનીત થઈ અમદાવાદમાં વિધ્યાપીઠમાં આવ્યો અને કવિતાના ખેતર અસીમની ; સીમ ખૂલી ગયા . પણ એ ખેતરોમાં પ્રવેશ જે વિધિસર છીંડા દ્વારા થયો એ અમારું સુભાગ્ય હતું . વાડો તોડીને ભૂખ્યા વરુની પેઠે ગમે તેમ અંદર ઘૂસી ગયો હોત , કવિયશની લાલસાથી ક્ષુધાતુર બની ગમે ત્યાં ઝાંવાં મારી પેટને કાચાપાકા , ચાળ્યા – અચાળ્યા ખાધ્યથી જો ભરી દીધું હોત , તો કવિતાનો સાચો અર્થ , તેનું સાચું દર્શન મળ્યું ન હોત . પરંતુ જાણ્યે – અજાણ્યે , વિચાર્યે – અવિચાર્યે કવિતાદેવીના મંદિરમાં વિધિપૂર્વક પ્રવેશ કરવાનો શુયોગ ત્યાં મળી આવ્યો . મારુ ચિત્ત ઉત્તમ ગુજરાતી કવિતાના ઉત્તમ સંસ્કારોથી સીંચાતું ગયું . આમાંયે શ્રી રામનારાયણ પાઠકનું કર્તુત્વ અનન્ય હતું . એ ન હોત તો અમે ગુજરાતી કવિતાને તેના સાચા સ્વરૂપમાં ન સમજી શકત . કલાન્ત અને કાન્ત , કલાપી અને નાનાલાલ , બ. ક. ઠા. અને ખબરદાર , બોટાદકર કે કેશવ શેઠ , એમ દરેક કવિ પોતાની શક્તિરૂપે પ્રગટ થવા લાગ્યો.
નવરંગપૂરા ગમના એક મેડા ઉપર એમ અધરાતેમધરાતે કવિના મગજના ખળામાં પૃથ્વીછંદ ઘૂંટાવા લાગ્યો . જેવી મહેનત લઈને વિધ્યાપીઠના આરંભના વર્ષમાં અનેકવાર ચડી ચડીને અને પડી પડીને સાઈકલની સવારી શીખેલી એમાં જ આ પૃથ્વી છંદ શીખ્યો .
વિધ્યાપીઠનાં ચારેક વર્ષોમાં દસપંદર કાવ્યો લખાયા .ગંભીર કાવ્યોની સાથે હળવા , હાસ્યનાં , પ્રતિકાવ્યો પણ લખાતા રહ્યાં . મહામહેનતે બે-ત્રણ કવિ નામો અજમાવી જોયા પછી એક સુભગ ક્ષણે ગાંધીજીની આત્મકથામાં આવતા ‘બાલાસુંદરમ્’ ગિરમિટીયામાંથી પાછલો ટુકડો મનમાં ચોંટી ગયો અને સુંદરમ્નું અવતરણ થયું . અમારા અધ્યાપકો સુંદરમ્ પ્રસન્નથતા ગયા . ‘અભયદાને’ છપાયું ત્યારે અમારા એક અધ્યાપકે- શ્રી રસિકલાલ પરીખે મને પાસે બોલાવીને ખાસ અભિનંદન આપ્યુ . એ થોડા શબ્દો એ જે કામ કર્યું તેટલુ મોટા મોટા વિવેચનો કે સુવર્ણચંદ્ર્કો કરી શક્યા નથી .
વિદ્યાપીઠનો અભ્યાસ પૂરો થયો . હું ભાષાવિશારદ બની બહાર નીકળ્યો. જીવનમાં એક મોંઘામૂલો સાથી મળી ગયો હતો – કવિતા . એક અંતરતમ સહચરી મળી આવી હતી . જીવનના હરેક કિંમતી સંવેદનની ક્ષણે તે હાજર થતી ;પોતાનો ઘૂંઘટ ખોલતી , કંઠ ખોલતી અને હાથમાં હાથ મિલાવી મને ઉપાડી જતી . એમ કવિતાને ઊડવા માટે પગ અને પાંખો મળી ગઈ હતી . હવે તો ક્યાકેટલુ ઊડાય છે તેનો જ પ્રશ્ન રહ્યો .
અને જીવનમાં એક પરમ વરદાન જેવો સ્વાતંત્ર્યસંગ્રામ આવ્યો . અમે ખભે થેલીઓ ઝૂલાવીને નીકળી પડ્યા – ઘરબાર મૂકીને ખેતરોમાં અને છાવણીઓમાં , હિજરતીઓનાં ઝૂંપડાંમાં ને જેલના સળિયા અને બેરેકોમાં પહોંચી ગયા . અંધારઘેરી કારાગારની કોટડીઓ કે ખુલ્લા વિશાળ ચોગાનો જેલના અંધકારમાં ટમટમટો એક દીવો કે આકાશમાં રેલતી વાદળની રંગલીલા કે છલછલતા તારલાઓ : નાનકડું ઘર કુટુંબ મૂકી , ઘરઘરના વાસી , અતિથી કે ભિક્ષુક બની આખીએ માનવતાના માનવ બનવાનો . ચિત્તની , હદયની , જીવનની કોક પરમ સ્વતંત્રતાનો , પૂર્ણ મુક્તિનો અનુભવ પળે પળે જાણે થઈ રહ્યો. અને એવા હરેક ઉત્તમ સંવેદનને અંતે કવિતા આવીને ઊભી રહેતી . ક્ષણ ને ઓળંગીને દ્ર્ષ્ટી ક્ષણાતીતમાં , ભૂતના મહાભંડારમા કે ભાવીના ગેબમાં ભળી આવતી . માનવાતાનાં મહાશિખરો પર આંખ ભમતી .
કવિતાની સુક્ષ્મ સાધનાનાં બીજ ત્યાથી મંડાયા . આપણે કવિતા લખાતાં આવડે છે , સારી કવિતાલખવી જોઇએ , ઉત્તમોત્તમ લખવી જોઇએ , મહાકાવ્ય કરવું જોઇએ – એ રીતે ચિત્તવૃતિ સ્ફુરિત થવા લાગી અને જેલની બરાકોમાં બેઠાં બેઠાં ગાંધીજી વિશે કાવ્ય લખવાનો સંકલ્પ જાગ્યો . લખવા માડ્યું . લખ્યું . ગાંધીજીના વય જેટલા શ્લોકો ગણીને ગોઠવી ગોઠવીને લખી નાખ્યા , અને જ્યારે એ બધુ ફરીથી વાંચવા એક દી બેઠો ત્યારે જણાયું કે એમા બધું હતું – સમર્થ શિખરિણી છંદ હતો , અલંકારો હતા . ભાષાવિશારદની ભાષા હતી , વીર્ય અને શોર્યની પ્રશંસા હતી – માત્ર એકજ વસ્તું ન હતી ,અને તે કવિતા . એ કાવ્ય મે રદ કરી નાખ્યુ. પણ પછી વળી , એથી પહેલા મેઘદૂત ના જેવું ચક્રદૂત લખવાના કોડ જાગેલા અને તે લખી નાખેલું . બ. ક. ઠા. પાસેય લઈ ગયો . તેમણે એટલું જ કહ્યું , તું આને છપાવીશ તોયે વરસ પછી જાતે જ પસ્તાઇશ . એમને બીજું વાક્ય કહેવાની જરૂરન રહી . મારે બે વરસ લગી રાહ જોવાની જરૂર ન રહી .એ પ્રચંડ મહેનતથી ભરેલું કેટલુયે લડાયેલુ કાવ્ય ઊતરેલા ધાનની માફક મનમાંથી સરી ગયું .
બસ , આથી વધારે તો હવે નહીં કહું ; કહેવાની જરૂર નથી . કવિતાની નિર્બલ અને મલિન ગતિ ઓળખાઇ , સમજાઇ . દેખાયું કે સર્જનની પણ માણસને લાલસા વળગે છે ; વિજયનો , સફળતાનો પણ અહં ગોરંભાય છે – અને લાલસા અને અહંનો પાસ કવિતાને મલિન બનાવી દે છે . એ સર્જન દૂષિત બની જાય છે . એમાં કાવ્યનો સારોયે ઘટાટોપ આવે , પણ સર્જકતા નથી આવતી . અને આથી પણ એક બીજી સુક્ષ્મ વાત સમજાઇ; એક સારી સુભગ કૃતિ રચતા તેનું જ ફરીને પુનરાવર્તન કરવાનું મન થાય . સામાન્ય પ્રાકૃત શક્તિવાળો માણસ તો બીજાનું અનુકરણ નહી પણ પોતાનું અનુકરણ કરતોથઈ જાય છે , પોતાની સફળતાની છાયામાં જ વિચાર્યા કરતો રહે છે . પણ એમાં પછી પેલું પોતે કર્યું કારવ્યું પણ ધૂળ થઇ જાય છે .
સૌથી પોટી વાત એ સમજાઇ કે કવિને મળતી ભૂતકાળની સફળતા કે સિદ્ધિ ભાવિની સફળતાની લેશ પણ ગેરંટીરૂપ નથી બનતી . દરિયો તરીને આવનાર ખાડીમા ડૂબી જાય છે . મોટી મહામ કૃતિનો સર્જક નાની કૃતિમાં છક્કડ ખાઇ જાય છે . કેમ કે આ કવિતા તે કાંઇ યાંત્રિકતાની નહીં પણ સર્જનની ગતિ છે . બધું જ ક વસ્તુ કવિએ નૂનત રીતે , સર્જનની રીત જ મેળવવું જોઇએ . પોતાનો ભૂતકાળતો તેણે સદંતર ભૂલી જવો જોઇએ , અને દરેક નવી પ્રેરણાની ક્ષણે કોરી સ્લેટ જેવા બની પોતાની સિદ્ધિઓ અને વિદ્યાર્થીઓને વિસારે પાડી કવિતાદેવીના એક માતૃમુખમુગ્ધ બાળક બની રહેવું જોઈએ . જગતમાં કોઇને નહીં – એ માતાના મુખ તરફ દગ માંડી રાખવા જોઇએ ; અને કવિમાંના કવિને પ્રત્યેક નવસર્જનની ક્ષણે , પ્રેરણાના પ્રત્યેક પ્રશંગે એક નવો કવિજન્મ પ્રાપ્ત થશે . દરેક કૃતિના સર્જન સાથે કવિનો એક જન્મ પૂરો થાય છે. નવી કૃતિના જન્મ માટે કવિ હંમેશા નવો કવિજન્મ લેવો જોઇએ .
નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો, વસે વ્રજલાડીલો રે!
જે રે જાયે તે ઝાંખી પામે જી રે!
ભૂલા ભમે તે બીજા સદનમાં શોધે રે, હરિ ના મળે એકે ઠામે રે!
સત્સંગ દેશમાં ભક્તિનગર છે રે, પ્રેમની પોળ પૂછી જાજો રે!
વિરહતાપપોળીઆને મળી મહોલે પેસાજો રે,
સેવાસીડી ચડી ભેળા થાજો રે!
દીનતાપાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતજીને કરજો રે!
હુભાવપૂભાવ નોછાવર કરીને રે શ્રીગિરિધર તમો વસજો રે!
એ રે મંડાણનું મૂળ હરીચ્છા રે, કૃપા વિના સિદ્ધ ન થાયે રે!
શ્રીવલ્લભાશરણ થકી સહુ પડે સહેલું રે દૈવી જાણ પ્રતિ દયો ગાયે રે!
ક્રુષ્ણ જેવો કોઈ પ્રિયતમ નથી. એના જેવો કોઈ પ્રિયતમ-પ્રભુ નથી, પણ ક્રુષ્ણની મુશ્કેલી એ છે કે એ હંમેશા ગોકુળ અને વૃંદાવનમાં રહેતા નથી. કૃષ્ણ ગોવાળીયો છે અને પાછો રાજા છે. ગોપીઓને ઝૂરતી મૂકીને એ પણ મથુરા જાય છે. ગોપીઓ તો ભોળી ભરવાડણ જેવી. જે જાય છે એને શોધવાનો છે. જે એક વાર મળ્યો એને પામવાનો છે. હોઠ પર નામ છે પણ એનું સરનામું ક્યાં? આંખ હરિદર્શનની પ્યાસી છે. જે માણસ પરિસ્થીને સ્વીકારે છે એ માણસ જ પરીસ્થીનો ઉકેલ શોધી શકે છે.
દયારામની ગોપી જેટલી શૃંગારરસિક છે એટલીજ મનની માર્મિક છે. કૃષ્ણ ગયો છે છતાં ગાયોજ નથી. કૃષ્ણનું નામ તો આપણે બોલીએ છીએ. એ તો એને મારો વ્હાલમો કહે છે. મારો શબ્દ અધીકારસૂચક છે અને આ અધિકાર એ પ્રેમનો અધીકાર છે. ગોપીને માટે હવે હરિવર ગોકુળની મઢૂલી માં પણ નથી અને મથુરાના મહેલમાં પણ નથી. તાલાવેલી તો એટલી જ છે, પણ પ્રેમનો સ્થાયીભાવ એને વેવળાઈ સુધી નથી લઈ જતો, એ તો ખુમારીથી કહે છે કે મારો વાલમ મારા નિશ્ચયના મહેલમાં, મારા સંકલ્પના સદનમાં, મારી શ્રદ્ધાના ભવનમાં રહ્યો છે. બહાર જોવાના વલખાં મારવા વ્યર્થ છે. વ્રજનો આ લાડકલો તો મારા ભીતર છે.
ગોપીને પોતાને જ સરનામું મળી ગયું છે. એ સરનામું નકશા પરનું કોઈ બિંદુ નથી પણ ભક્તિનો પારાવાર સિંધુ છે. કૃષ્ણ એમને એમ ન મળે. ગુરુકૃપાથી મળે. સત્સંગથી મળે. સત્સંગ નામનો એક દેશ છે. મહાન કરતાં વિરાટ દેશ છે એમ કહેવું વધુ યોગ્ય છે. આ દેશમા ભક્તિનગર છે અને એ નગરમાં પ્રેમની પોળ છે. કવિએ ઉઘાડીને વાત કરી છે અને છતાએ આ સરનામું આપ્યું તો પણ પ્રત્યેક જીવ માટે ત્યાં પહોચવું શક્ય નથી. કવિએ ભક્તિ ને પ્રથમ સ્થાન આપ્યું છે, પણ કેવળ ભક્તિ પૂરતી નથી. ભક્તિ પછી પ્રેમ છે. પ્રેમલક્ષણાભક્તિની વાત છે. જે ભક્તિનું લક્ષણ જ પ્રેમ હોય છે તે પ્રેમલક્ષણાભક્તિ. એના મહેલમાં પહોચવું સહેલું નથી. ઇનો મહેલ એટલે ગોપીનો નિશ્ચે મહેલ. કેટલો મોટો મહેલ હશે એ. સેવાની સીડી હોય તોજ પગથીએપગથીએ ચઢીને મોહનને-મનમોહનને પહોચી શકાય.
નિશ્ચય કરીએ એટલું પૂરતું નથી. સંકલ્પ ગમે એટલો સબળ હોય પણ એની બાહ્ય તાકાત કે આંતરતાકાત પૂરતી નથી. જે માણસ ઈશ્વર સાથે જોડાય છે એના સંકલ્પમાં આપોઆપ નમ્રતા પ્રગટે છે. આ દીનતા-નમ્રતાના પાત્રમાં તમારે તમારો મનમણી મૂકવાનો છે. મનમણી મૂકવાનો છે ઇનો અર્થ એ છે એવો કે આપણે આપણાં અહંકારમુક્ત મનને નમ્રતાની છાબ માં મૂકવાનો છે. આ છાબ લઈ ને આ ભેટ આપણે ઈશ્વરના ચરણે મૂકાવાની છે. ઈશ્વર પાસે આપણે માથું નમાવી છીએ ઇનો અર્થ એ છે કે આપણે આપણી વિરોધી વૃતિઓને ત્યજી દઈએ એક જ વૃતિમાં સ્થિર થઈએ છીએ. પુભાવ એટલે પુરુષભાવ પણ નથી રહેતો. આપણું સર્વસ્વ ન્યોછાવર કરી દઈએ અને લિંગભેદથી પર થઈ જઈએ. ત્યારે શ્રીગિરિધરવાર સાથે આપણાં લાગનીભર્યા લગ્ન થાય.
વાત કહેતા તો કહી દીધી કે મારો વ્હાલમો નિશ્ચેના મહેલમાં વસે છે. પણ આ સંકલ્પનું બાળ પણ હરિઇચ્છા વગર શક્ય નથી. હરિની કૃપા વગર હરિની ઇચ્છા પળ ન પ્રગટે. એક વાર વલ્લભનું શરણ મળે પછી બધુ જ સહેલું અને સમુસૂતરું છે. વહાલમથી વલ્લભ સુધીની આ ભક્તિયાત્રા છે.
ગુજરાતી એ ભારતની એક ભાષા છે. જે ગુજરાત રાજ્ય, દીવ, દમણ અને મુંબઈમાં બોલાય છે. ગુજરાતી સાહિત્ય ભારતીય ભાષાઓના સૌથી સમૃદ્ધ સાહિત્યમાં છે. ભારતની અન્ય ભાષાઓની જેમ, ગુજરાતી ભાષા પણ સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવી. ગુજરાતી ભાષી લોકો અન્ય રાજ્યો અને વિદેશમાં પણ વસે છે. તેમાંથી પાકિસ્તાન, યુએસએ, યુકે, કેન્યા, સિંગાપોર, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા મુખ્ય છે. મહાત્મા ગાંધી અને વલ્લભભાઇ પટેલ તેમજ ગુજરાતી ભાષી ભારતની અન્ય મહાન હસ્તીઓ માં ભીમરાવ આંબેડકર, મહંમદઅલી જિન્નાહ, દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, ધીરુ ભાઈ અંબાણીનો સમાવેશ થાય છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (૨૦૧૧-૨૦૧૪- તાજેતરના) ગુજરાતના વડનગરના રહેવાસી પણ છે અને તેમની માતૃભાષા પણ ગુજરાતી છે.
પ્રેમ..! કેટલો સુંદર, મનમોહક શબ્દ..
આહા..! આજે તો વાંચવાની મજા પડી જશે. પ્રેમ એટલે સૌ કોઈનો મનગમતો વિષય…
પણ….
આ પ્રેમ છે શું? પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા ખરી?
પ્રેમ જેટલો મનમોહક વિષય છે એટલો જ અઘરો પણ…
આજના સમયમાં ખરેખર કહેવાય એવો પ્રેમ થતો જ નથી. આજના યુવાનો માટે પ્રેમ એટલે સહવાસ કરવો, ફરવા જવું, દિવસમાં દસ વાર ‘આઈ લવ યુ’ કહેવું, ચુંબન, આલિંગન, પહેલી નજરે ગમી જાય એ પ્રેમ અને બીજું કેટલુંય પણ બધું આવું જ.. ઉપરછલ્લું! જે બીજા બધામાં આવે પણ પ્રેમની વ્યાખ્યામાં નહિ.. આ બધું પ્રેમ નહીં માત્ર શારીરિક આકર્ષણ છે.
પ્રેમ એ કોઈ વ્યક્ત કરી શકાય તેવી લાગણી છે જ નહીં. પ્રેમને તો અનૂભવવો પડે. પ્રેમ એક એવી અનૂભૂતિ છે જ્યાં સમય પણ અટકી જાય. પ્રેમનો વિસ્તાર અનંત છે…
ખરેખર પ્રેમ એટલે માત્ર પામવું જ નહીં. પણ પ્રેમ એટલે તો છોડી દેવું, ત્યાગ કરવો, જેને તમે ચાહો છો તેને પામવાની કોશિશ જરૂર કરો પણ હદમાં રહીને… પોતાના પ્રેમની ખુશી માટે તેનાથી દૂર રહેવું પડે તો પણ ખુશી ખુશી દૂર થઈ જાઓ.
“જો કોઈ તમારાથી દૂર જઈ રહ્યું હોય તો એને જવા દો.. જો એ સાચે જ તમારા હશે તો ચોક્કસ પાછા આવશે. અને જો ન આવે તો સમજી લો કે એ તમારા હતા જ નહીં.”
જો હું કોઈને મેળવવાની ઈચ્છા સહ પ્રેમ કરું છું તો એ પ્રેમ નહીં પણ આકર્ષણ છે, સ્વાર્થ છે. એ જાણવા છતાં કે જેને હું ચાહું છું એને હું પામી શકવાનો નથી છતાં જો એના માટેની મારી લાગણીઓ અકબંધ રહે તો એ જ સાચો પ્રેમ છે. પ્રેમ એ એક વ્યક્તિ સાથેનો સંબંધ નથી. જીવનમાં મળતી દરેક વ્યક્તિ માટે લાગણી ન ઉદ્ભવી શકે, તે જ રીતે દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ ન થઈ શકે. અત્યારની પેઢીની ગેરસમજ એ સૌથી વધુ નુકસાનકારક બાબત છે.. ‘પ્રેમ’ શબ્દના અર્થની ગેરસમજ.. જેને કારણે વ્યક્તિત્વ અને વિકાસ બેય આ યુવાનો દાવ પર લગાડી દે છે અને પછી… પસ્તાવો જ પસ્તાવો…
ખરેખર તો જ્યાં સુધી આપણે ‘ફ્રેન્ડશિપ ડે’ અને ‘વેલેન્ટાઈન્સ ડે’ આપણા પરિવાર સાથે ઉજવતા નહીં થઈએ ત્યાં સુધી ‘પ્રેમ’નો સાચો અર્થ નહીં સમજાય. અને એક વાર સમજાઈ ગયો એટલે બસ.. “ઑલ ઈઝ વેલ.”
જ્યાં સુધી છોકરા અને છોકરી વચ્ચેનો પ્રેમ મા-બાપ, ભાઈ-બહેન, મિત્રો સાથેના પ્રેમ જેવો જાહેર અને પવિત્ર નહીં હોય ત્યાં સુધી એ પ્રેમ નથી જ.
પ્રેમ અંદરથી ભરી દે છે, ખાલી નથી કરતો. જેની સાથે પ્રેમ થયો હોય તે વ્યક્તિ ન મળે તો બેચેની નથી થતી પણ એક ગજબની શક્તિ આપે છે. હું પ્રેમમાં છું એ નહીં પણ પ્રેમ મારી અંદર છે એ સાચી સમજ છે. એ કેળવાય પછી જ જીવનમાં મળતી દરેક વ્યક્તિ મને કોઈપણ સ્વાર્થ વિના પામવાની, મને મળવાની, મારી સાથે સમય વિતાવવાની વાત કરશે. પ્રેમમય બની જવાશે. પ્રેમ જ્યારે તાકાત બને ત્યારે સમજવું કે સાચો પ્રેમ થયો છે.
આપણે જ્યારે કોઈને પ્રેમ કરીએ છીએ તો ઈચ્છીએ છીએ કે તે પણ એમ જ કરે.. પણ આ ખોટું છે. કોઈને આપણી જેમ જ કરવા આગ્રહ ન કરવો જોઈએ. કોઈને બદલવાની કોશિશ કરીશું તો એમાં પ્રેમ ગૂંગળાઈ જશે, જે જેવા છે તેને તેવા જ સ્વીકારીએ, એ સાચી લાગણી છે. કર્મ અને ફળ અલગ છે જ નહીં. આપણે કોઈને સ્વાર્થભાવથી પ્રેમ કરીશું તો સામે સ્વાર્થભાવ જ મળશે. અને પછી સંબંધોમાં રહેલી મીઠાશ, કડવાશમાં બદલાઈ જશે. અને પછી ફરિયાદો, વિવાદો ચાલુ થશે. અને છેવટે સંબંધો પૂરા…. તો શું પ્રેમ એ વ્યક્તિગત ભાવ છે? શું મા-બાપ, ભાઈ-બહેન, મિત્રો, પતિ કે પત્ની માટે એક સરખો પ્રેમ ન ઊપજી શકે? કેવું હાસ્યાસ્પદ લાગે છે નહીં? પણ જવાબ મેળવવો જ રહ્યો.
આપણુ વ્યક્તિત્વ સહજ વ્યક્ત થાય એ માટે જેને મળીએ તેને પ્રેમ કરીએ. પાછળથી એની સાથે ન બને તો પણ પ્રેમભાવ રાખીએ. દુશ્મનને પણ પ્રેમ કરીએ. જેમ જૂદા જૂદા અંતઃસ્ત્રાવો ગુસ્સામાં, કરુણામાં, આપણા શરીરમાં જન્મે છે તેમ પ્રેમ કરતા કરતા આપણી અંદર પ્રેમના સ્ત્રાવ સતત ઉત્પન્ન થાય છે. જે આપણને એક સરસ માણસ બનાવે છે. જેમ મધર ટેરેસા સૌને પ્રેમ કરતા, બધા માટે સમભાવ રાખતા, સેવાભાવ રાખતા અને બધા લોકો પણ એમને પ્રેમ કરતા.. પણ અહીં ક્યાંય સ્વાર્થ તો હતો જ નહીં. માત્ર નિસ્વાર્થ પ્રેમ… Unconditional Love…
“હું તને ચાહું છું” બસ… આટલું જ.. પ્રેમ આ સિવાય કશું જ માંગતો નથી. આ ભાવ આપણી અંદર જગાવીએ ત્યારે જ આપણે સૌના ચહીતા થઈએ. સૌ આપણને પ્રેમ કરવા લાગે. જે જોઈએ તે આપો તો સામેથી મળે.
કોઈ એવું જે આપણું અને માત્ર આપણું જ હોય એવી લાગણી કરતાં… હું તને ચાહું છું.. તું મને ચાહે કે ન ચાહે.. આ ભાવના અને વિચારો આપણને આપણા જેવી જ વ્યક્તિ સુધી પહોંચાડશે. ઈશ્વર પર શ્રદ્ધા રાખી અને આપણી જવાબદારીઓ નિભાવવામાં ધ્યાન કેન્દ્રિત કરીએ. માટે કહેવાતા એક વ્યક્તિના પ્રેમમાં પડવા કરતાં જીવનને પ્રેમ કરો. જે ઈચ્છા હોય તે સહજતાથી મેળવી લેશો તો જીવનમાં મજા રહેશે નહીં.
આપણા વાણી-વર્તન-વ્યવહાર એવા કરીએ કે દરેક વ્યક્તિ આપણને પ્રેમ કરવાની ઈચ્છા કરે.
આજના આ હરિફાઈના યુગમાં સતત બીજાથી આગળ નીકળી જવાની હોડમાં આપણે આ ‘પ્રેમ’ ને સમજ્યા જ નથી. લાભ અને શોષણ અથવા ફોસલાવી પટાવીને બીજા પાત્ર પાસે પોતાનું કામ કઢાવવું આવો પ્રેમ ઊભો થઈ રહ્યો છે. છોકરાં છોકરીઓ ૪-૫ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ રાખે અને દરેકને કહે હું તને ચાહું છું… અને પછી એમનું ભવિષ્ય જૂઓ… આ સમજ ખોટી છે. જ્યારે માત્ર શારીરિક આકર્ષણ અથવા વૈભવ જોઈને કોઈને ચાહો ત્યારે અંત પણ ખરાબ જ હોવાનો… કારણ… અહીં પાયામાં સ્વાર્થ રહેલો છે. ટકે છે માત્ર નિસ્વાર્થ પ્રેમ… Unconditional Love.
ખરેખર તો જે બે વ્યક્તિ એકમેકના થયા વિના રહી શકવા સક્ષમ હોય, અને પછી એકબીજા સાથે રહેવાની પસંદગી કરે ત્યારે જ બંને વચ્ચે સાચો પ્રેમ થયો કહેવાય.
સાચો પ્રેમ બાહ્ય દેખાવ પર આધારિત નથી હોતો. જ્યાં આકર્ષણ નથી ત્યાં જ સાચા પ્રેમની પરીક્ષા છે. એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિને એક દિવ્યાંગ અને રોગી સાથે પણ પ્રેમ થઈ શકે.
માણસ પ્રેમ કરવા માટે બન્યો છે અને વસ્તુઓ વાપરવા માટે… પણ આપણે આ વાતને ઊંધી કરી નાખી છે. આપણે માણસને વાપરતા થયા અને વસ્તુઓને પ્રેમ..
પ્રેમ એ માત્ર પવિત્ર અનૂભૂતિ છે. ઈશ્વરની આપણને મળેલ એક અણમોલ ભેટ. એને ખોટા અર્થોમાં ઢાળી ગુમાવવી ન જ જોઈએ.
“મગજ બોલે છે ઘણું પણ જાણતું કશું નથી. હૃદય જાણે બધું પણ બોલતું કશું નથી.”
એ જ હૃદયના મૌનને સાંભળતા શીખો.
સાચા પ્રેમની વ્યાખ્યા સમજાઈ જશે.
આ pdf ડાઉનલોડ કરી ને વિવાહ સંસ્કાર વિશે જાણો આ e-book તમે ડાઉનલોડ કરી શકો છો.
પાંદડી થઇ પુશ્પની, વીકસી તો જો.
ને માસુમ ડાળ પર વીલસી તો જો.
માનવના આયખાને પામનારા દોસ્ત!
નીતનવા ખોળીયામાં શ્વસી તો જો.
પાંખ થઇ પંખીની, પ્રસરી તો જો.
ને ગગનની ગરીમાને ગ્રસી તો જો.
શબ્દોની શમશેર પામનારા દોસ્ત!
કાગળ પર ધાર એની ઘસી તો જો.
મેહુલો થઇ મનથી વરસી તો જો.
ને સાગરને પામવા તલસી તો જો.
રોમરોમ અનુભુતી પામનારા દોસ્ત!
શાહીને સંવેદનાથી સ્પર્શી તો જો.
– ચારુલતા
_______________________
આગમન હતું એમનું ક્ષણિક,
પણ બની રહયું જીવનભરનું સ્મરણ
હાસ્ય હતું કે મોતીની લહેર,
એ સમજવાનું રહી ગયું.
મારી જિંદગીનો એ જવાબ હતો,
પણ સવાલ પુંછવાનું રહી ગયું.
કર્યો હતો પ્રેમ એને,
પણ એકરાર કરવાનું રહી ગયું.
મનમાં વિચારી હતી વાતો ઘણી,
પણ કઈંક કહેવાનું રહી ગયું.
દિદાર એમના કરવામાં,
સમય નક્કી કરવાનું રહી ગયું.
જાણ્યું ઘણું, જણાવ્યું ઘણું,
પણ નામ જ જાણવાનું રહી ગયું.
અને કલ્પના એમની કરવામાં,
મારું આ કાવ્ય અધુરું રહી ગયું….
___________________________
હુંં વિરેન્દ્રસિંહ ઝાલા આપ સહુનુ મારી ચેનલ gujaratiunlimited આપ સહુનુ હાર્દિક સ્વાગત કરુ છું.
તમને મારી આ ચેનલ ઉપર ગુજરાતીને લગતી બધીજ વિગતો આપવામા આવશે. તમને આ વિગતો ની update મળતી રહે એ માટે મારી આ ચેનલ ને subscribe કરો. બીજા તમારા મિત્રોને share કરો ને એમને પણ આ ચેનલ પર એક વાર મુલાકાત લેવા કહો. જેથી મને પણ આનંદ મળે કે તમારો સાથ મળે એનાથી હું આ ચેનલ પર નવુ નવુ જાણવા જેવું તમારા સુધી પહોચાડતો રહું. તે બધુ તમને કેવુ લાગે છે એ આપ સહુએ મને comment દ્વારા મને જણાવવુ એટલે મને આનંદ થાસે. તમારે લોકોએ જે કાઇ પણ નવુ જાણવુ હોય એ આપ લોકોએ મને comment મા જણાવી દેવુ જેથી હુ આપ સહુ સુધી એ જલદી થી જલદી તમારા સુધી તમને પહોચાડી શકુ.
તો ભુલતા નઇ મારી ચેનલ સાથે જોડાવા રહેવા માટે subscribe કરો. ને આનંદ માણતા રહો.
This is an example post, originally published as part of Blogging University. Enroll in one of our ten programs, and start your blog right.
You’re going to publish a post today. Don’t worry about how your blog looks. Don’t worry if you haven’t given it a name yet, or you’re feeling overwhelmed. Just click the “New Post” button, and tell us why you’re here.
Why do this?
The post can be short or long, a personal intro to your life or a bloggy mission statement, a manifesto for the future or a simple outline of your the types of things you hope to publish.
To help you get started, here are a few questions:
You’re not locked into any of this; one of the wonderful things about blogs is how they constantly evolve as we learn, grow, and interact with one another — but it’s good to know where and why you started, and articulating your goals may just give you a few other post ideas.
Can’t think how to get started? Just write the first thing that pops into your head. Anne Lamott, author of a book on writing we love, says that you need to give yourself permission to write a “crappy first draft”. Anne makes a great point — just start writing, and worry about editing it later.
When you’re ready to publish, give your post three to five tags that describe your blog’s focus — writing, photography, fiction, parenting, food, cars, movies, sports, whatever. These tags will help others who care about your topics find you in the Reader. Make sure one of the tags is “zerotohero,” so other new bloggers can find you, too.